
પાર્ટી ઓર્ડર
જન્મદિવસ હોય, ઘરનો પ્રસંગ હોય કે ઓફિસનું લંચ. કેટલા મહેમાન આવવાના છે એ કહો, અમારું રસોડું એકેએક માટે રાંધશે.
જે પ્રસંગે સૌ ભેગાં થાય.
જન્મદિવસ અને ઘરના પ્રસંગ
આખું કુટુંબ ભેગું થાય ત્યારે સૌના માટે રાંધવાનું અમારા રસોડા પર છોડી દો.
ઓફિસ લંચ
આખી ટીમ માટે શુદ્ધ શાકાહારી લંચ. કહેશો તો વૈષ્ણવ, જૈન અને સ્વામિનારાયણ વાનગીઓ પણ મળશે.
તહેવાર અને મેળાવડા
તહેવારના દિવસો, કિટી પાર્ટી કે બહારગામથી આવેલા મિત્રો. સારી સંગત હોય ત્યાં જમણ પણ પ્રસંગને શોભે એવું જોઈએ.

પંજાબી જમણ, દરેક મહેમાન માટે.
અમારી પંજાબી થાળી ફક્ત પાર્ટી ઓર્ડર માટે જ બને છે. દરેક થાળીમાં પૂરું જમણ હોય, એટલે શું મંગાવવું એ કોઈએ વિચારવું ન પડે.
પંજાબી થાળી
Punjabi Thali
₹250થાળી દીઠ
દરેક થાળીમાં
- 1 વેજ. સબ્જી
- 1 પનીર સબ્જી
- બટર રોટી
- દાલ ફ્રાય અને જીરા રાઈસ
- છાશ
- પાપડ
- સલાડ
વાનગીઓ જાતે પસંદ કરવી છે? મેનુમાં જે વાનગીઓ હાજર હશે એમાંથી મોટો ઓર્ડર પણ ગોઠવી આપીશું.
ત્રણ પગલાંમાં ભર્યું ભાણું.
તારીખ અને મહેમાનોની સંખ્યા જણાવો
ફોન કરો કે વોટ્સએપ પર મેસેજ મોકલો. તારીખ, પ્રસંગ અને મહેમાનોની સંખ્યા જણાવો.
થાળી કે વાનગીઓ પસંદ કરો
બધા માટે પંજાબી થાળી લો, અથવા મેનુમાંથી વાનગીઓ પસંદ કરો. આપની તારીખે શું મળી શકશે એ અમે જણાવીશું.
વિગતો સાથે મળીને નક્કી કરીએ
સમય, જથ્થો અને મહેમાનોને જમવાનું કેવી રીતે પીરસાશે, એ બધું ફોન કે વોટ્સએપ પર આપની સાથે નક્કી થશે. વાત થાય એ પહેલાં કશું પાકું ગણાતું નથી.
શરૂ કરો આપનો પાર્ટી ઓર્ડર.
જેટલી વિગત ખબર હોય એટલી ભરો. બાકીનું ફોન કે વોટ્સએપ પર સાથે મળીને નક્કી કરી લઈશું.
ફોન પર વાત કરવી વધારે ફાવે? તો 98981 17506 પર ફોન કરો.